શ્રી પરેશભાઈ રાવલની સેવાકીય સરવાણી પુનાદરા ખાતે બાપા સીતારામ મઢી માં બાળ તિથિ ભોજન અને ભજન કિર્તન

શ્રી પરેશભાઈ રાવલની સેવાકીય સરવાણી પુનાદરા ખાતે બાપા સીતારામ મઢી માં  બાળ તિથિ ભોજન અને ભજન કિર્તન

બાપા સીતારામ મઢી ખાતે બાળ તિથિ ભોજન અને ભજન કિર્તન કાર્યક્રમ યોજાયો

કપડવંજ તાલુકાના પુનાદરા ગામે, યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ નજીક આવેલ બાપા સીતારામ મઢી ખાતે બાળ તિથિ ભોજન અને ભજન કિર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

પ્રસંગે મહિલા ભજન મંડળ પુનાદરાની બહેનો દ્વારા શ્રધ્ધાપૂર્વક ભજન કિર્તન કરવામાં આવ્યું. સેવાભાવી વ્યક્તિ શ્રી પરેશભાઈ રાવલના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો.

શ્રી પરેશભાઈ રાવલને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે વિશેષ સન્માન આપવામાં આવ્યું. તેઓ મંડળના વિભિન્ન સ્કૂલોમાં બાળકોને તિથિ ભોજન, નોટબુક, પંખા અને ચપ્પલ વિતરણ સહિત અનેક સેવાકીય કાર્ય કરાતા રહ્યા છે.

આ પ્રસંગે મહિલા મંડળની બહેનો તથા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું.

કાર્યક્રમનું આયોજન બાપા સીતારામ મઢીના સેવકો શ્રી રમેશભાઈ શર્મા અને શ્રી અરવિંદભાઈ શર્મા અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત મહેમાનોમાં ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ શ્રી રાજેશભાઈ શર્મા, પુનાદરા સરપંચ શ્રી પી.ડી. ઝાલા, અને પુનાદરા મહિલા મંડળની બહેનો તેમજ વ્હાલા બાળકો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે સૌને એકતા અને સેવા ભાવના પ્રત્યેના પ્રતિબદ્ધતાની નોંધ લેવામાં આવી.

'; best astrologer in bihar